WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

HEARTIEST CONGRATULATIONS - નિમેષ ગડ્ડમને NIFAA તરફથી “Young Community Champion Award”થી સન્માન

નવસારીના નિમેષ ગડ્ડમને NIFAA તરફથી “Young Community Champion Award”થી સન્માન

નવી દિલ્હી/કર્ણાલ, તા. 24 સપ્ટેમ્બર 2025

National Integrated Forum of Artists and Activists (NIFAA) ના 25 વર્ષ પૂર્ણ થવા ના અવસર પર 21 થી 24 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હી ના ભારત મંડપ અને હરિયાણા ના કરનાલ ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાયા.

આ અવસરે સમાજસેવામાં અગ્રેસર રહેલા યુવાનોને તેમના યોગદાન બદલ “Young Community Champion Award” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

નિમેષ ગડ્ડમ હાલમાં H. R. Shah Mahila Arts and Commerce College, નવસારી ના વિદ્યાર્થી છે તથા Mera Yuva Bharat (MY Bharat) Volunteer તરીકે સક્રિય છે. સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા, જનજાગૃતિ માટેના પ્રયાસો અને યુવાશક્તિને પ્રેરણા આપતા કાર્ય બદલ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે જાણીતા લેખક શ્રી શિવ ખેર, શ્રી હર્મીત કલકા (પ્રમુખ, દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી), શ્રી પ્રિતપાલ સિંહ પન્નુ (સ્થાપક, NIFAA) તથા અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વિશેષતા એ રહી કે મોરેશિયસ ના રાષ્ટ્રપતિ દ્વારા ખાસ વિડીયો સંદેશ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેમણે NIFAA ના કાર્યને બિરદાવ્યું હતું અને સમાજસેવામાં જોડાયેલા યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

 

નવસારીના યુવા નિમેષ ગડ્ડમ ને મળેલા આ Young Community Champion Award અવસરે H. R. Shah Mahila Arts and Commerce College, નવસારી ના પરિવાર તરફથી નિમેષ ગડ્ડમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.