WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
“વિદ્યાર્થી ઓ ના જીવનમા પુસ્તક નુ મુલ્ય” વિષય પર વ્યાખ્યાન યોજાયુ
એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ઇતિહાસ વિભાગ દ્વારા એક દિવસિય વ્યાખ્યાનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કોલેજના આચાર્યાશ્રી ડૉ. નઝમા મલેકના જન્મદિવસ પ્રસંગે આજ રોજ તારીખ: 24/12/2024ના રોજ ઇતિહાસના વર્ગખંડમા “પુસ્તકોનુ વિદ્યાર્થી જિવનમા મુલ્ય” વિષય પર વ્યાખ્યાન ડૉ. નઝમા મલેક દ્વારા આપવામા આવ્યુ હતુ. તેઓએ પોતાના વ્યાખ્યાનમા પુસ્તકોનો ઉપયોગ કેવી રીતે કરવો, વાંચન એક કલા છે, તેને કેવી રીતે વાંચન કરવુ, યાદ કેવી રીતે રાખવુ, જિવનમા પુસ્તકો કેવી રીતે ઉપયોગી થાય છે તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આગળ તેઓએ પોતાના વક્તવ્યમા જણાવ્યુ હતુ કે એક સાચા મિત્ર તરીકે પુસ્તકને બિરદાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે પુસ્તકોને એક સાચા રાહબર બનતા હોય છે.
ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. જિગ્નેશ પરમારે ક્રાર્યક્રમની ભૂમિકા બાંધી વિદ્યાર્થી જિવન અંગે વાત કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા કોલેજના આચાર્યાશ્રી ડૉ. નઝમા મલેકને પ્રકૃતિને ધ્યાનમા રાખીને સ્મૃતિ રૂપે ટ્રી પ્લાંટ (છોડ) આપ્યો હતો. કાર્યક્રમનુ સમગ્ર આયોજન અને સંચાલન ઇતિહાસ વિભાગના અધ્યાપક ડૉ. ગિરિશ વાઘેલાએ કર્યુ હતુ. આ કાર્યક્રમમા કોલેજના ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.