WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
એચ આર શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં દિવ્ય ભાસ્કર દ્વારા પ્લેસમેન્ટ વર્કશોપ
તા.૨૪-૧૨-૨૦૨૪ ના રોજ એચ આર શાહ મહિલા કોલેજ, નવસારી ખાતે પ્લેસમેન્ટ સેલ અંતર્ગત દિવ્યભાસ્કર ગ્રુપ સાથે વિધાર્થીઓ માટે રોજગારી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોલેજના ઇન્ચાર્જ ડૉ. નઝમા મલેક ના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડૉ. જીગ્નેશ જે પરમાર અને પ્રો.શ્રી બી આર પવાર દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યભાસ્કર તરફથી ડેપ્યુટી મેનેજર શ્રી ભૂપેન્દ્ર ભાઈ આહિર દ્વારા પ્લેસમેન્ટ વિષે માહિતી આપી વિધાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દિવ્યભાસ્કર સમાચાર પત્ર જે વિશ્વ વિખ્યાત છે તેના દ્વારા પ્લેસમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે.ખાલી જગ્યા ભરવા માટે અને તાલીમ કઈ રીતે આપવામાં આવે તેની ઊંડી સમજ આપી હતી.ભવિષ્ય માં દિવ્યભાસ્કર રોજગારીની તકો આપે એ વાત ની ખાતરી આપી વિધાર્થીઓને દિવ્યભાસ્કર ગ્રુપ માં જોડાવા માટે આહવાન કર્યુ હતું કાર્યક્રમનું સંચાલન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. જીગ્નેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન સાથે પ્લેસમેન્ટ વર્ક શોપ ની સમાપ્તિ કરવામાં આવી હતી.