WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
વિમેન ડેવલપમેન્ટ સેલ અને એન્ટી રેગિંગ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના નેજા હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન આપવા નાલસા (NALSA)અને વિવિધ કાનૂની સહાય સ્કીમો એન્ટી રેગિંગ અને હાલમાં રાજ્ય સરકાર દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃઘટન કરી મહિલા સશક્તિકરણની પહેલ કરવામાં આવી છે તેની એક કાનૂની જાગૃતિ માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ એલએડીસી આસિસ્ટન્ટ એડવોકેટ નંદીની સોનવાળાનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. જિજ્ઞેશ પરમાર એ વિષયના અનુરૂપ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ખાસ કરીને કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે કાનૂની સહાય સ્કીમો એન્ટી રેગિંગ સંદર્ભે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમ સાયન્સ વિભાગના અધ્યાપિકા ડૉ. પાયલ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોલેજની ગુજરાતી વિભાગની અધ્યાપિકા પ્રોફેસર નીરૂબેન પટેલ દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂરો કર્યો હતો.