WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

શ્રી અટલ બિહારી વાજપેઈજીની જન્મ શતાબ્દીની ઉજવણી

2025-12-20

એચ. આર. શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સદ્વેયશ્રી અટલ બિહારી વાજપેઈજીની જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા,  વકૃત્વ સ્પર્ધા,  કાવ્ય પઠન સ્પર્ધા અને વ્યાખ્યાનમાળાનું આયોજન તારીખ 18, 19 અને 20 ડિસેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યો. 

પ્રથમ વક્તવ્ય કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. જીગ્નેશભાઈ પરમાર દ્વિતીય વક્તા પ્રા. ડૉ. હેમલતા પટેલ અને તૃતિય વક્તા ડૉ.  ગીરીશભાઈ વાઘેલાએ અટલબિહારી વાજપેયીના વ્યક્તિત્વને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો.  પ્રથમ વર્ષ બીએ ના વિદ્યાર્થી નિમેષ ગદ્દમે નિબંધ લેખન અને કાવ્ય પઠન ત્રણેય સ્પર્ધામાં અનુક્રમે બીજો પ્રથમ અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.  તૃતીય વર્ષની વિદ્યાર્થીની શેખ અસ્માએ  પણ વકૃત્વ અને કાવ્યપઠન માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યા. અને પ્રથમ વર્ષ બી એના વિદ્યાર્થી હળપતિ રણજીત એ ત્રણે સ્પર્ધામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. નિર્ણાયક તરીકે કોલેજ પરિવારના પ્રા. શ્રી બી. આર. પવાર અને પ્રા. શ્રીમતી નીરૂબેન પટેલ, ડૉ. નવનીતભાઈ માસ્તર, પ્રા. ગીરીશભાઈ વાઘેલા તથા પ્રા. શ્રીમતિ લલિતાબેન ગામીતે સેવા બજાવી હતી. સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે કાર્યક્રમનું સફળ સંચાલન અધ્યક્ષ પ્રા. સ્મિતાબેન મિસ્ત્રી અને ઉપાધ્યક્ષ પ્રા. ડૉ. હેમલતા પટેલે કર્યું હતું. સમગ્ર સ્ટાફ સભ્યોના સહકાર અને વિદ્યાર્થીઓની હોશભેર ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાથી પૂર્ણ થયો હતો.