WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

હિન્દી દિવસની ઉજવણી

2025-09-13

નવસારી ની એચ આર શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં હિન્દી દિવસ નિમિત્તે વ્યાખ્યાન નું આયોજન.

એચ આર શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,  નવસારી ખાતે 13/9/2025 ના રોજ હિન્દી વિભાગ અને આઇ કયુ.એસ.સી કમિટી નાં ઉપક્રમે ઈ.આચાર્ય ડો. જીગ્નેશ પરમાર ની અધ્યક્ષતામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે રાષ્ટ્રભરમાં ઉજવાય છે સંવિધાનમાં હિન્દી ભાષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય હિન્દી ને રાજભાષાથી રાષ્ટ્રભાષા સુધી પહોંચાડવા માટે હિન્દી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
હિન્દી વિભાગના પ્રા. સ્મિતાબેન મિસ્ત્રીએ ‘હિન્દી કે બઢતે કદમ' વિષય પર પોતાનું વ્યાખ્યાન આપ્યું.
ઉપાચાર્ય ડો.ગિરીશભાઈ વાઘેલા તથા સમગ્ર સ્ટાફ સભ્યો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યાં.હિન્દી વિભાગના અધ્યક્ષ અંજનાબેન પટેલ તથા પ્રા. સ્મિતાબેન મિસ્ત્રીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું 
વિદ્યાર્થીઓએ વિષયને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા આભાર વિધિ ટી.વાય.બી.એ હિન્દી ની વિદ્યાર્થીની ગુંજન પટેલે કરી.સમુહ રાષ્ટ્રગાન થકી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.