WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
“મહિલા વીમા સલાહકાર” કાર્યક્રમ
એલ.આઈ.સી.ના ૬૯ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે તેના પખવાડા ઉજવણી સ્વરૂપે “મહિલા સલાહકાર” વિશેષ ભરતી યોજના અંતર્ગત તારીખ: ૦૨/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, નવસારી ખાતે એક સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં કાર્યકરના અધ્યક્ષ સ્થાને કાર્યકારી આચાર્ય ડો. જિગણેશકુમાર પરમાર સાહેબ, કાર્યક્રમના મુખ્ય મહેમાન એલ.આઈ.સી. વિભાગના બ્રાન્ચ મેનેજર શ્રી પિયુષભાઇ દેસાઇ તથા બ્રાન્ચ ડેવલપર શ્રી જોયેશ પટેલ સાહેબ હાજર રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ એલ.આઈ.સી.માં “મહિલા વીમા સલાહકાર” તરીકે જોડાઈ તે હતો. કાર્યક્રમમાં કાર્યકારી આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી પિયુષભાઇ દેસાઇ દ્વારા એલ.આઈ.સી.ના કાર્યો અંગે વિદ્યાર્થીઓને જાણ કરી તેનું વિશેષ મહત્વ સમજવ્યું હતી. બ્રાન્ચ ડેવલપર ઓફિસર જોયેશ પટેલ સાહેબ દ્વારા મહિલા વીમા સલાહકાર તરીકે શું કરવું ? કેવી રીતે કાર્ય કરવું ? લોકોને તેનાથી અવરનેસ કરવા, વગેરે મુદાઓ ઉપર વાત કરી હતી. આ કાર્યક્રમમાં અધ્યાપકો તેમજ ૮૦ જેટલા વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો. વ્યાખ્યાનના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગુજરાતી વિષયના પ્રો. બી.આર. પવાર સાહેબ દ્વારા આ કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન કોલેજના ઉપાચાર્ય ડો. ગિરીશભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.