WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

Prize Distribution Ceremony "Atulyotsav"

2026-03-14

Prize Distribution Ceremony "Atulyotsav"  Celebration of Excellence..

એચ.આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે અતુલ્યોત્સવઅને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓમાં સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. જિજ્ઞેશ  પરમાર અને ઉપાચાર્ય ડૉ. ગીરીશભાઈ વાઘેલા તથા સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રા. સ્મિતાબેન મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ થયું હતું. મુખ્ય મહેમાન તરીકે આર.ડી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, ચોવીસીના આચાર્યશ્રી મનોજ આહિર અને ટ્રસ્ટીશ્રી અશોકભાઈ શાહ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સફળતા માટે ઉદબોધન કરી પ્રોત્સાહન આપી વિજેતા વિદ્યાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. હેમલતા પટેલ અને ડૉ. પાયલ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી જિજ્ઞેશ  પરમારે પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું તથા કોલેજના ઉપાચાર્ય ગિરીશ વાઘેલાએ પ્રવચન આપી વિધાર્થીઓને પ્રેરણા આપી હતી ત્યારબાદ અંતિમ વર્ષના વિધાર્થીઓને વિદાય પણ આપવામાં આવી હતી.