WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
એચ.આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નવસારી ખાતે વાર્ષિકોત્સવ “અતુલ્યોત્સવ” ની ઉજવણી તા.11-03-25 કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત માહિલા કેળવણી મંડળ સંચાલિત એચ.આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નવસારી દ્વારા તારીખ 11-03-2025ના રોજ વાર્ષિકોત્સવ “અતુલ્યોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અશોકભાઇ શાહ આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નવસારી મહાનગર પાલિકાના કમિશ્નર સાહેબ શ્રી દેવ ચૌધરી (IAS), વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના માન. કુલસચિવ શ્રી ડો. આર. સી. ગઢવી સાહેબ, દક્ષિણ ગુજરાત માહિલા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, કર્ણ શાહ સર, પ્રતિક શ્રોફ સર તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. પ્રાસંગિક સ્વાગત માટે કોલેજના આચાર્યશ્રી, નઝમા મલેક દ્વારા કરવામાં આવ્યું હતું.
મંચસ્થ મહેમાનો નો પરિચય ડૉ. હુફરીશ દેબુ મેમ દ્રારા આપવામા આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી માન. દેવ ચૌધરી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને વાંચન મહત્વ, સ્પર્ધામત પરીક્ષાઓ માટેની તૈયારી, દેશના શ્રેષ્ઠ નાગરિક બનવા, સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત સમજાવી પ્રેરણા આપી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના માન. કુલપતિશ્રીનો ઓડિયો સંદેશ કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે પ્રેરણારૂપ બન્યો હતો. ત્યારબાદ શ્રી કુલસચિવ શ્રી ડૉ.રમેશદાન ગઢવી સાહેબ દ્વારા અહલ્યા બાઈના ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને મહત્વની પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું. તથા ટ્રસ્ટી શ્રી અશોકભાઇ શાહ, કર્ણ શાહ અને શ્રી પ્રતિક શ્રોફ દ્રારા અનુરુપ પ્રવચન આપ્યું હતું . ડો.જિજ્ઞેશ પરમારે શ્રી માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઇનો શુભેચ્છા સંદેશ વાંચ્યો હતો. ત્યાર બાદ વિવિધ ધારાના અધ્યક્ષો દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આભાર દર્શન માટે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રા. વર્ષા પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સમૂહમાં કરવામાં આવ્યું હતું.
આખા કાર્યક્રમનુ સફળ સંચાલન ડો. પાયલ જૈન તથા ડો. શ્વેતા પી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર અધ્યાપકો, વહીવટી સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો.
આભાર.